1. વિશ્વ બાળ મજૂરી વિરોધ દિવસ (World Day Against Child Labour)
    • સમગ્ર વિશ્વમાં બાળમજૂરીના વિરોધમાં જાગૃતિ લાવવા માટે દર વર્ષે 12 જૂનના રોજ વિશ્વ બાળ મજૂરી વિરોધ દિવસ (World Day Against Child Labour)ની ઉજવણી કરવામાં આવે છે.
    • આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠન (International Labour Organization – ILO)ની સ્થાપના સામાજિક ન્યાયને પ્રોત્સાહન આપવા અને International Labor Standards સ્થાપિત કરવા માટે કરવામાં આવી હતી. આ સંગઠન દ્વારા 12 જૂનને ‘વિશ્વ બાળ મજૂરી વિરોધ દિવસ’ તરીકે ઉજવવાની મંજૂરી આપવામાં આવી હતી.
    • સૌપ્રથમ ઉજવણી: 12 જૂન, 2002
    • World Day Against Child Labour 2024 theme: “Let’s act on our commitments: End Child Labour!”

12 June 2024 Current Affairs

તાજેતરમાં ભારતીય શાસ્ત્રીય સંગીતકાર અને સરોદ ઉસ્તાદ પંડિત રાજીવ તારાનાથનું બેંગલુરુ, કર્ણાટકમાં નિધન થયું હતું.

પંડિત રાજીવ તારાનાથનો જન્મ 17 ઓકટોબર, 1932ના રોજ બેંગલોરમાં થયો હતો.

Pandit Rajeev Taranath
  • શ્રી રાજીવ તારાનાથ અલી અકબર ખાનના શિષ્ય હતા. તેમણે પિતા તારાનાથ પાસેથી ગાયક સંગીતની પ્રારંભિક તાલીમ મેળવી હતી.
  • એવોર્ડ્સ
    • રાજયોત્સવ એવોર્ડ – 1996
    • ચૌદૈયા મેમોરિયલ એવોર્ડ – 1998
    • સંગીત વિદ્વાન એવોર્ડ – 2018
    • નાડોજા એવોર્ડ – 2019
  • 2019માં પંડિત તારાનાથને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.

વિશાખાપટ્ટનમ પોર્ટે કન્ટેનર પોર્ટ પરફોર્મન્સ ઈન્ડેક્સ (Container Port Performance Index – CPPI) 2023માં 19મા ક્રમે પહોંચી ગયું છે.

CPPI 2023 World Bank and S&P Global Market Intelligence દ્વારા વિકસિત કરવામાં આવ્યો છે. તે વિશ્વભરના container partsના performanceને માપે છે અને તેની તુલના કરે છે.

Focus on Quayside Performance:

  • CPPIએ container ships હેન્ડલિંગ કરવામાં બંદરોની કાર્યકારી કાર્યક્ષમતાનું મૂલ્યાંકન કરીને, Quayside Operations પર વિશેષ ભાર મૂકે છે. આ Index ગ્રાહકો માટે પોર્ટ અથવા ટર્મિનલ પસંદ કરવા માટે ખૂબ મહત્ત્વ ધરાવે છે, તે પોર્ટની કામગીરીમાં operational efficiencyનું મહત્ત્વ દર્શાવે છે.

ભારતના પૂર્વ કિનારે આવેલું વિશાખાપટ્ટનમ પોર્ટ (આંધ્રપ્રદેશ) સૌથી જૂના પોર્ટમાનું એક છે. તે 1993માં બાંધવામાં આવ્યું હતું.

Container Port Performance Index (CPPI)ની મુખ્ય વિશેષતાઓ

  • The Index કાર્યક્ષમતા (efficiency) દ્વારા 405 વૈશ્વિક container portsને રેન્ક આપે છે, જે container vessels માટે port રોકાણના સમયગાળા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
  • તેનો પ્રાથમિક ઉદ્દેશ્ય વૈશ્વિક વેપાર પ્રણાલી અને પુરવઠા શૃંખલાઓમાં પોર્ટથી લઈને શિપિંગ લાઈનો, રાષ્ટ્રીય સરકારો અને ઉપભોક્તાઓ(stakeholders)માં બહુવિધ હિસ્સેદારોના લાભ માટે વૃદ્ધિ માટેના ક્ષેત્રોને ઓળખવાનો છે.
  • Global Ranking
    • CPPI 2023 rankings માં પ્રથમ ક્રમે Yangshan Port, China છે. બીજા ક્રમે Omanનું Port of Salalah, ત્રીજા ક્રમે Port of Cartagena અને ચોથા ક્રમે Tangier-Mediterranean આવેલ છે.
  • India’s Position
    • વિશાખાપટ્ટનમ પોર્ટ 2022માં 115મા સ્થાનેથી 2023 rankingમાં 19મા સ્થાને પહોંચ્યું છે. વૈશ્વિક ટોપ 20માં પહોંચનાર પ્રથમ ભારતીય પોર્ટ બન્યું.
    • મુન્દ્રા પોર્ટ પણ 48મા સ્થાનેથી વર્તમાન રેન્કિંગમાં 27મા સ્થાને પહોંચ્યું છે.
    • ટોચના 100માં સ્થાન પ્રાપ્ત કરનાર અન્ય ભારતીય પોર્ટ
      • પીપાવાવ – 41
      • કામરાજર – 47
      • કોચીન – 63
      • હજીરા – 68
      • કૃષ્ણપટ્ટનમ – 71
      • ચેન્નાઈ – 80
      • જવાહરલાલ નેહરુ – 96
  • 9 જૂન, 2024ના રોજ જર્મની (Germany)માં રમાયેલી Heilbronn Neckarcup 2024 ATP Challenger Tennis Tournamentની ફાઇનલમાં, સુમિત નાગપાલે સ્વિટ્ઝર્લેન્ડ (Switzerland)ના એલેક્ઝાન્ડર રિટસ્ચાર્ડ (Alexander Ritschard)ને ત્રણ સેટમાં 6-1, 6(5)-7(7), 6-3થી હરાવ્યો હતો.
  • સુમિત નાગપાલે ગયા વર્ષે Tampere (Finland) અને Rome (Italy)માં ચેલેન્જર ટૂર ટાઇટલ, 2019માં Buenos Aires (Argentina) અને 2017માં બેંગલુરુ ઓપન ટાઇટલ પણ જીત્યા હતા.
  • ATP Challenger Tour Tennis Tournamentનું આયોજન Apex Men’s Professional Tennis Organisation, The Association of Tennis Professionals (ATP) દ્વારા કરવામાં આવે છે.
  • ભારત સરકારની મંત્રીમંડળીય નિયુક્તિ સમિતિ (ACC – Appointmnets Committee of Cabinet) દ્વારા લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીની નિયુક્તિ કરવામાં આવી છે.
  • લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, 30 જૂન, 2024ના રોજ નિવૃત્ત થનાર આર્મી જનરલ મનોજ પાંડેનું સ્થાન લેશે.
  • તેઓ પૂર્વે આર્મી સ્ટાફના વાઇસ ચીફ તરીકે સેવા આપતા હતા.
  • લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીના સ્થાને કેન્દ્ર સરકાર દ્વારા લેફ્ટનન્ટ જનરલ એન. એસ. રાજા સુબ્રમણ્યમ (નવા વાઇસ ચીફ ઓફ આર્મી સ્ટાફ)ને નિયુક્ત કરવામાં આવ્યા છે.

Leave a Comment

error: Content is protected !!